વાવ્યું જીવનમાં તો તેં જેવું, મળ્યાં ફળ જીવનમાં તો એનાં એવાં
કોઈ ફળ હતાં એનાં તો ખાટાં, કોઈ ફળ મળ્યાં એનાં તો મીઠાં
જોઈ ના જાત તેં બીજની તો જીવનમાં, આડેધડ કર્યાં વાવેતર તો એનાં
ફળ તો એના, એના ઉપર લાગ્યાં, કોઈ ફળ ખાટાં કોઈ ફળ મીઠાં
ખાતર-પાણી તો એને જેવાં દીધાં, ફળ એનાં એવાં તો મળ્યાં
લાગ્યાં સુંદર એ તો એને એવાં કોઈ ફળ ખાટાં તો કોઈ મીઠાં
અંતર જીવનનાં તો ભર્યાં ભર્યાં હતાં, ફળ હતાં તો એ, એ એને લાગ્યાં
ખાધા વિના ના વરતાયાં, હતાં તો કોઈ ફળ ખાટાં તો કોઈ ફળ મીઠાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)