ઝૂકી શર્મીલી જ્યાં નજર હતી, મીઠી નજરના અંદાજ મળી ગયા
રેખા મુખ પરની જ્યાં તંગ બની, અણગમાના અંદાજ મળી ગયા
વ્યાકુળ નજર તો જ્યાં ભીની બની, પ્રેમની છૂપી સરિતાના અંદાજ મળી ગયા
મદહોશ તિરછી જ્યાં નજર હતી, મીઠી છૂરીના અંદાજ ત્યાં મળી ગયા
સરળ ભોળી પ્રેમભરી નજર હતી, હૈયાના સરળતાના અંદાજ મળી ગયા
મસ્તીભરી ચંચળ જ્યાં નજર હતી, તોફાનના અંદાજ ત્યાં મળી ગયા
રેખાઓ ચિંતાઓની મુખ પર ઊપસી, હૈયાની વ્યગ્રતાના અંદાજ મળી ગયા
મુખ પર સંતોષની રેખાઓ ફૂટી, હૈયાની શાંતિના અંદાજ મળી ગયા
આંખો જ્યાં ભીની ભીનાશભરી હતી, હૈયાની કરુણતાના અંદાજ મળી ગયા
મુખ પર નિખાલસતા ભરી હતી, હૈયાના દર્પણનાં દર્શન મળી ગયાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)