લાગ્યું જીવનમાં તો આજ કાંઈ ખોવાઈ ગયું, કાંઈ ખોવાઈ ગયું
કરી સઘન શોધ તો એની, ના એ તો મળ્યું, ના એ તો મળ્યું
ઉમ્મીદો પર તો પાણી ફરી ગયું, જીવનમાં બાવરો એ બનાવી ગયું
સમજણ વિનાની નજર બધે ફરી, ના હાથમાં કાંઈ એ તો આવ્યું
નકારની વાતોમાં ના મૂળ એનું મળ્યું, હકાર સુધી જીવનમાં ના પહોંચાયું
જાગી જલન પ્રેમની એવી હૈયામાં, સ્ત્રોત જીવનમાં એનું તો ના મળ્યું
વહેણ જીવનની વાતોએ તો બદલ્યું, જીવન એમાં તણાતું ને તણાતું રહ્યું
જીવનના બગીચામાં પુષ્પ પ્રેમનું કરમાયું, જીવનમાં ના એ ખીલ્યું ના ખીલ્યું
ખોવાઈ ગયો સમય તો કાળચક્રમાં, પગેરું એનું ના મળ્યું, એ ના મળ્યું
પ્રભું જેવું હૈયું ગોત્યું તો જીવનમાં, ના એ મળ્યું, ના એ તો મળ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)