છૂટે ભલે શ્વાસ પણ જોજે, ન તૂટે તારામાં વિશ્વાસ
દર્શન તારાં કરવાની `મા', તું પૂરણ કરજે મારી આશ
ભૂલી ગયો છું પૂર્વજનમનાં, સગાં સંબંધીઓનો સાથ
આ જનમનો પણ છૂટવાનો, સગેંસંબંધીઓનો સંગાથ
આ જીવનકેરી વાટમાં, નથી દેખાતો ક્યાંય વિરામ
માટે નિરંતર ચાલ્યા કરવું, લેતાં `મા' નું નામ
કાર્યો પાર ન પડતાં, થાય છે મને બહુ ઉચાટ
જોજે એવા સમયે `મા', ના તૂટે તારામાં વિશ્વાસ
જીવનમાં સફળતા મળતાં, રાખજે મારું મગજ શાંત
સફળતા પચાવું રાખીને તારામાં પૂર્ણ વિશ્વાસ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)