પોકારી પોકારીને કહી રહ્યા છે, સદ્ગુણો તો માનવહૈયાને
અમને તમારાથી જુદા ના પાડો, અમને તમારાથી જુદા ના ગણો
કોઈ છાના ખૂણે ભી સંઘરી રાખશો, જો અમે કામ લાગશું અમે તમને
દુઃખદર્દ છે હકીકત જીવનની, લાગશું કામ એમાં અમે તો તમને
સુંદર જીવનનાં સપનાં સરજી શકશો, લઈ સાથ અમારો તો તમે
લઈ લઈ દુર્ગણોનો સાથ, ધકેલી રહ્યા છો બહાર શાને તો તમે અમને
દુર્ગુણોએ દીધું જીવનમાં શું તમને, ડુબાડયા અહંમાં સદા તો તમને
ઘટાડશે કિંમત જીવનમાં એ તમારી, દઈશું વધારી કિંમત તમારી અમે
લખાશે નામ ઇતિહાસમાં તો બંનેનાં, કરે છે યાદ પ્રેમથી સહુ અમને
રાખશો સદા સાથે જે અમને તમે, રાખશું સદા સુખમાં અમે તમને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)