ગુમાવી ગુમાવી જીવનમાં ઘણું, ગુમાવી જીવનમાં મેળવવા તેં શું ચાહ્યું
માન અપમાન સહ્યાં જીવનમાં ઘણાં, સહીને જીવનમાં તો તેં શું મેળવ્યું
સમજણ વિના જરૂરિયાત વિનાનું, લાંબું પાથરણું શાને પાથર્યું
મનને ઇચ્છાઓને રાખી ના કાબૂમાં, એ પાથરણા ઉપર તારે ચાલવું પડયું
પ્રવૃત્તિમાં ડૂબી ગુમાવી શાંતિ જીવનની, બદલામાં તો તેં શું મેળવ્યું
દંભને પોષી જીવનમાં છેતરી જગને તો, એમાં જીવનમાં તેં શું મેળવ્યું
જગાવી શંકા જીવનમાં, કર્યાં દુશમનો ઊભા, જીવન માતો ગુમાવયું ઘણુ
મેળવ્યો માનવદેહ તો પુણ્યે, દ્વાર મુક્તિનું જીવનમાં તોય ના ખૂલ્યું
ગુમાવ્યું શું મેળવ્યું શું જીવનમાં તો તેં, પાસું એનું તો તેં શું જોયું
ગુમાવી ગુમાવી જીવનમાં તો ઘણું, મેળવવા જેવું અધૂરું તેં શાને રાખ્યું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)