તને શું આપવું તેનો નિર્ણય નથી કરી શકતો માત
જે જે આપવા તને ચાહું, તે તો છે સઘળું તારી પાસ
જે કંઈ મારી પાસે છે, તે તો તેં આપ્યું છે માત
એમાંથી તને ધરીને, હું ફુલાઉં છું શું કામ માત
તને એક દાણો આપતાં, તું અનેક આપે છે માત
આ જાણવા છતાં, હૈયે કેમ નથી રહેતી હામ
દાંત દીધાં પહેલાં, તે દૂધની ફિકર કરી હતી માત
હાથમાં, પગમાં શક્તિ દઈ, પ્રેરણા આપી કરાવે કામ
એક દિવસ ખાલી હાથે, આવવું પડવાનું છે માત
અહીંનું સઘળું અહીં છોડી, આવશું તારી પાસ
તારી પાસે આવવા, તારું ચલણ લેવું પડશે માત
માટે શ્રદ્ધા, ભક્તિ-ભાવનાથી, ભરજે મારું હૈયું ખાસ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)