સંજોગો ગયા જીવનમાં જ્યાં વીફરી, કિસ્મત ગયું તો રૂઠી
હતી એક આશા એમાં તમારી પ્રભુ, આંખ તમે શાને દીધી એમાં મીંચી
માર્યા માયાએ માર ઘણા જીવનમાં, દીધા અમને અમારામાંથી મિટાવી
દુઃબુદ્ધિએ તો જીવનમાં જ્યાં દીધો, અડ્ડો હૈયામાં એવો જમાવી
તાકાત વિનાની તાકાત હતી તો હૈયામાં, ડુંગર જેવી ઇચ્છાઓ દીધી જગાવી
વિપરીત સંજોગો ને વિપરીત સાથમાં, દીધા સદા અમને તો ભીંસાવી
ગણતરીઓ ને ગણતરીઓ, એક પછી એક જીવનમાં તો પડતી ગઈ ખોટી
હર વસ્તુ ને હર ચીજમાં, સમય તો રહ્યો વાંધા સતત તો પાડી
કદી સંજોગોના માર્યા, કદી કિસ્મતના માર્યા, રહ્યા જીવન વિતાવી
ગણતરી વિનાની કે ગણતરી સાથે, દીધી આંધળી દોટ તો કાઢી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)