દુઃખનાં ગાણાં હવે તો બંધ કર, જીવનમાં તો તું તારા
સુખના શ્વાસોને, મોકળાશ આવવા દે જીવનમાં તો તું તારા
વેડફીશ જીવનમાં જો તું શક્તિ તારી, ગાઈ ગાઈને આવાં ગાણાં
આવી પાસે, જાશે સહુ ભાગી, સાંભળશે સહુ બે દિવસ ગાણાં
કરીશ તારા દુઃખમાં વધારો, કરી યાદ દુઃખને, ગાઈને આવાં ગાણાં
ગાશે આવાં ગાણાં, થાશે ના દૂર દુઃખ તારાં, ગાતો ના વ્યર્થ આવાં ગાણાં
દેશે ગાણાં વ્યગ્રતા વધારી, જીવનમાં મળશે ના એમાં કોઈ ફાયદા
દઈ દઈ દેશે સાથ જીવનમાં તો, દુઃખમાં તો સહુ કેટલા દહાડા
બદલાશે ના તકદીર જીવનમાં તો કોઈ, ગાઈ ગાઈને આવાં ગાણાં
સમજી વિચારીને હવે તો જીવનમાં, બંધ કર હવે તું આવાં ગાણાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)