ગજબના છે ગોટાળા જીવનના તો, ગજબના છે ગોટાળા
રહેવું છે સારું સહુએ તો જગમાં, સારા રહી શકતા નથી
કરવું છે ઘણું ઘણું સહુએ જગમાં, ઘણું કરી શકતા નથી
રહેવું છે શાંતિમાં સહુએ જીવનમાં, શાંતિમાં રહી શકતા નથી
મેળવવું છે બધું સહુએ જીવનમાં, બધું મેળવી શકતા નથી
ચાહતું નથી દુઃખ તો કોઈ જીવનમાં, દુઃખી થયા વિના રહેતા નથી
વર્તે છે જગમાં સહુ કોઈ ગજબના, જાણે કોઈ એને જોતા નથી
દર્દ વિનાનું મળશે ના દિલ જગમાં, દર્દ તોય કોઈ ચાહતા નથી
અમરતાની વાતો કરનારાના જગમાં, અવશેષ શોધ્યા જડતા નથી
સહુના માથે છે મુકાબલા જીવનમાં, મુકાબલા વિનાના કોઈ જગમાં નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)