Hymn No. 7314 | Date: 06-Apr-1998
|
|
Text Size |
 |
 |
જોવું જોવું ને જોવાનું મન થાય, પ્રભુ રૂપ તારાં છે બધે ફેલાયાં, રૂપ બધે ફેલાય
Jovu Jovu Ne Jovanu Mann Thay, Prabhu Roop Tara Che Badhe Felaya, Roop Badhe Felay
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1998-04-06
1998-04-06
1998-04-06
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15303
જોવું જોવું ને જોવાનું મન થાય, પ્રભુ રૂપ તારાં છે બધે ફેલાયાં, રૂપ બધે ફેલાય
જોવું જોવું ને જોવાનું મન થાય, પ્રભુ રૂપ તારાં છે બધે ફેલાયાં, રૂપ બધે ફેલાય જોવું જોવું ને રૂપ તારાં બધે છલકાયે, જોતાં જોતાં મનડું ના ધરાય, રૂપ બધે ફેલાય આંખ મારી લે ના ત્યાંથી હટવાનું નામ, આંખડીને મારી એમાં તો આરામ મળી જાય કરું આંખડી બંધ જ્યાં, નજર તમારી મારી નજરમાં આવતી જાય, નજરને એ પીતી જાય નજર ઊઠાવી નજર માંડું હું, તો જ્યાં ને જ્યાં પ્રભુ, નજર તમારી ત્યાં હસતી દેખાય હરવાતમાં ને હરચીજમાંથી, રૂપ તમારું રેલાતું દેખાય, મનડું મારું એ રસ પીતું જાય મસ્તી ભરી તમારી નજરમાંથી, અનેક મસ્તીભર્યાં રૂપો તમારાં, નર્તન કરતાં દેખાય મનડું મારું રૂપ તમારું તો જોતું ને જોતું જાય, એની મસ્તીમાં એ હરખાતું જાય ભરી છે વિવિધતા તો રૂપોમાં તમારાં, બધાં રૂપ તમારાં એકરૂપ તો દેખાતાં જાય રાત ને દિવસ આંખ સામે રમે રૂપ તમારાં, મનડું મારું એમાં તો લય થાતું જાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jovum jovum ne jovanum mann thaya, prabhu roop taara che badhe phelayam, roop badhe phelaya
jovum jovum ne roop taara badhe chhalakaye, jota jotam manadu na dharaya, roop badhe phelaya
aankh maari le na tyathi hatavanum nama, ankhadine maari ema to arama mali jaay
karu ankhadi bandh jyam, najar tamaari maari najar maa aavati jaya, najarane e piti jaay
najar uthavi najar mandum hum, to jya ne jya prabhu, najar tamaari tya hasati dekhaay
haravatamam ne harachijamanthi, roop tamarum relatum dekhaya, manadu maaru e raas pitum jaay
masti bhari tamaari najaramanthi, anek mastibharyam rupo tamaram, nartana karatam dekhaay
manadu maaru roop tamarum to jotum ne jotum jaya, eni mastimam e harakhatum jaay
bhari che vividhata to rupomam tamaram, badham roop tamaram ekarupa to dekhatam jaay
raat ne divas aankh same rame roop tamaram, manadu maaru ema to laya thaatu jaay
|