Hymn No. 7316 | Date: 10-Apr-1998
|
|
Text Size |
 |
 |
1998-04-10
1998-04-10
1998-04-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15305
મળ્યો મહામૂલો માનવદેહ, કિંમત એની કોડીની શાને દીધી કરી
મળ્યો મહામૂલો માનવદેહ, કિંમત એની કોડીની શાને દીધી કરી છોડી ના જીદ ખોટી, જીવનમાં તારી, અસફળતાના કિનારે ગયો પહોંચી હદબહારની ઇચ્છાઓ જગાવી, તકલીફ લીધી તો શાને વ્હોરી કરી કોશિશો અનેકનાં મૂળ શોધવા, શોધવું મૂળ તારું ગયો ચૂકી રાગ રંગમાં રમતો રમી, દીધું જીવન એમાં તો વિતાવી જીવન જંગમાં તો જ્યાં ઊતર્યા, જીવનમાં પીછેહઠ તો શાને કરી દુઃખદર્દ તો છે હકીકત જીવનની, સ્વરૂપ મોટું દીધું શાને એને આપી મનના ધિંગાણામાં ને ધિંગાણામાં, મનની ધરતી તો ધ્રુજી ઊઠી પળેપળ માનવજીવનની છે મહામૂલી, ગયો શાને તો એ વીસરી માનવદેહ કરવા સાર્થક, જગની જંજાળમાં ગયો શાને એ ભૂલી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
malyo mahamulo manavadeha, kimmat eni kodini shaane didhi kari
chhodi na jida khoti, jivanamam tari, asaphalatana kinare gayo pahonchi
hadabaharani ichchhao jagavi, takalipha lidhi to shaane vhori
kari koshisho anekanam mula shodhava, shodhavum mula taaru gayo chuki
raga rangamam ramato rami, didhu jivan ema to vitavi
jivan jangamam to jya utarya, jivanamam pichhehatha to shaane kari
duhkhadarda to che hakikata jivanani, swaroop motum didhu shaane ene aapi
mann na dhinganamam ne dhinganamam, manani dharati to dhruji uthi
palepala manavajivanani che mahamuli, gayo shaane to e visari
manavdeh karva sarthaka, jag ni janjalamam gayo shaane e bhuli
|
|