1984-08-23
1984-08-23
1984-08-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1531
બાંધી મુઠ્ઠી સમયની, લઈને આવ્યો છે તું જગમાં
બાંધી મુઠ્ઠી સમયની, લઈને આવ્યો છે તું જગમાં
સાચી કિંમત એની કરજે, નહીં તો પસ્તાશે તું આ જગમાં
મન નચાવે તેમ જો તું નાચીશ, તો થાકશે તું આ જગમાં
મન પર સવારી કરતાં શીખજે, તો પામીશ સઘળું આ જગમાં
દુઃખને સહન કરતાં શીખજે, તો દુઃખી નહીં રહે તું આ જગમાં
સંતોષી બનીને ફરજે, તો તુજ સમ સુખી નહીં હોય આ જગમાં
ગયેલી લક્ષ્મી ફરી મળશે, મળશે તને પાછી આ જગમાં
વીતેલી પળ તને નવ મળશે, નહીં મળશે તને આ જગમાં
રોવા-કૂટવાથી કંઈ નવ વળશે, દુઃખી થવાના રસ્તા છે જગમાં
સમજી-વિચારીને આચરણ કરજે, સુખી થશે તું આ જગમાં
`મા' ના સ્મરણમાં ચિત્ત જોડીને, શાંતિ પામીશ આ જગમાં
`મા' ને ચિંતા સઘળી સોંપી, ચિંતારહિત થજે આ જગમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
bāṁdhī muṭhṭhī samayanī, laīnē āvyō chē tuṁ jagamāṁ
sācī kiṁmata ēnī karajē, nahīṁ tō pastāśē tuṁ ā jagamāṁ
mana nacāvē tēma jō tuṁ nācīśa, tō thākaśē tuṁ ā jagamāṁ
mana para savārī karatāṁ śīkhajē, tō pāmīśa saghaluṁ ā jagamāṁ
duḥkhanē sahana karatāṁ śīkhajē, tō duḥkhī nahīṁ rahē tuṁ ā jagamāṁ
saṁtōṣī banīnē pharajē, tō tuja sama sukhī nahīṁ hōya ā jagamāṁ
gayēlī lakṣmī pharī malaśē, malaśē tanē pāchī ā jagamāṁ
vītēlī pala tanē nava malaśē, nahīṁ malaśē tanē ā jagamāṁ
rōvā-kūṭavāthī kaṁī nava valaśē, duḥkhī thavānā rastā chē jagamāṁ
samajī-vicārīnē ācaraṇa karajē, sukhī thaśē tuṁ ā jagamāṁ
`mā' nā smaraṇamāṁ citta jōḍīnē, śāṁti pāmīśa ā jagamāṁ
`mā' nē ciṁtā saghalī sōṁpī, ciṁtārahita thajē ā jagamāṁ
English Explanation |
|
Here Kaka explains that
Our time starts ticking from the time we take birth.
We have limited time on this earth, so value it; otherwise, we will only have regrets.
If you dance on the tune of your mind's desires, you will soon be tired of your own self.
If you learn to restraint and discipline your mind, you will achieve a lot more out of our life.
If you can stay positive through sufferings of life, then you will never be sad in your life.
If you learn to be content in life, then there will be none happier than you in life.
If you lose your wealth, you will have an opportunity to get that back.
But the lost time cannot be recovered again.
Crying and moaning are useless in life because they are just excuses to feel sorry for yourself.
If you act with the right values and understanding, you will always be happy in life.
If you focus your mind on the Divine Mother, harmony will prevail in this lifetime.
Give all your worries to Mother Divine, and live a carefree life.
|