શોધી ના શક્યો, જાણી ના શક્યો, પ્રભુ હૈયામાં તારા શું છે
બદલામાં કહેતો ના પ્રભુ મને, કે તારા હૈયામાં તો શું છે
કરી મેં હિંમત પૂછવાની તને, રાખીને યાદ, તારો ને મારો નાતો
કહેતો ના હવે તું નીરખીને આવી જા પાસે, ભૂલને બધી વાતો
સમજી જા હવે તું તારા હૈયેથી, કર્યો શાને તાંતણો પ્રેમનો ઢીલો
એક વાર પ્રભુ સમજ તું કરીશ જ્યાં તાંતણો સીધો, આવીશ તું વ્હેલો
હતા એક આપણે, ગયો પડી, આપણી વચ્ચે એમાં શું વાંધો
કહેશે તું બંધાયા વિના બાળક, શાને બાંધવા મને તું નીકળ્યો
રહ્યો છે ભલે તું એક ને એક, લાગે છે શાને અમને તું જુદો ને જુદો
પ્રેમનાં અશ્રુભર્યાં નયનોમાં તારાં, દેખાયો અનેક રૂપે એમાં તું તો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)