Hymn No. 7323 | Date: 12-Apr-1998
|
|
Text Size |
 |
 |
કરી મહેનત દે પાચનશક્તિ વધારી, જીવનનાં અનેક તોફાનો પચાવવા બાકી છે જીવનમાં થાક્યો ને કંટાળ્યો શાને, મંઝિલ દૂર છે, પહોંચવું મંઝિલે હજી બાકી છે શીખ્યો ના શીખ્યો બે ચીજ જીવનમાં, ફૂલાઈ ગયો શીખવાનો સાગર હજી બાકી છે હરેક પળને યાદગાર બનાવી દેજે, જામ મહોબ્બતનો પીવો તો હજી બાકી છે દ્વારે દ્વારે ભટક્યો જીવનમાં સાથ મેળવવા, ખુદને ખુદનાં દ્વાર ખટખટાવવા બાકી છે મનગમતાં સપનાંની લંગાર ચાલી છે, મન તો ચાહે રાત થોડી હજી બાકી છે દિલને જ્યાં દર્દનું ઘેલું લાગ્યું, ગયું ઘા સહેતું, ઘા સહેવા ઘણા હજી બાકી છે મહોબ્બતની ગલીઓમાંથી નીકળ્યા બહાર જ્યાં, લાગે ગલીઓ ફરવી ઘણી હજી બાકી છે મહેનતને મળીના સફળતા જીવનમાં, લાગ્યું ત્યારે, મહેનત હજી થોડી બાકી છે મંઝિલને ના હટાવી નજરોની સામેથી, લાગ્યું ત્યારે, પહોંચવું મંઝિલે હજી બાકી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|