થવાનું તો છે, જે એ તો થાશે, ના એ રોકી શકાશે
ફોગટ ચિંતા એની તો તું જીવનમાં તો શાને કરે છે
કોઈ જીવનમાં તો આગળ વધશે, કોઈ તો પાછળ હટશે
ના સ્થિર તો કોઈ રહેવાનું, ચિંતા એની તું શાને કરે છે
દિલ છે તો દર્દ તો જાગશે, દર્દ છે તો દવા એની દવા મળશે
દવા વિના ના દર્દ તો રહેશે, ચિંતા એની તું શાને કરે છે
મુખ છે તો શબ્દ નીકળશે, ધારી અણધારી અસર કરશે
ગયા છે નીકળી શબ્દો તો જ્યાં, ચિંતા એની તું શાને કરે છે
વિચારોનાં આંદોલનો જાગશે, અસર એની એ તો કરશે
સારી કે ખરાબ એ તો કરશે, ચિંતા એની તું શાને કરે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)