1998-04-20
1998-04-20
1998-04-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15324
એવું કેમ બન્યું જીવનમાં, એવું તો કેમ બન્યું
એવું કેમ બન્યું જીવનમાં, એવું તો કેમ બન્યું
ગોત્યું કારણ એનું જલદી, કારણ એનું ના મળ્યું
આશાઓથી હતું ભર્યું હૈયું, નિરાશા એને વીંધી ગયું
વિશ્વાસની માત્રામાં રહ્યો વધતો, મન તોય ચિંતામાં ઘેરાયું
હૈયાને પારદર્શક કર્યું, શંકાનું બુંદ કેમ એમાં જાગી ગયું
છે જીવન તો સાર ભરેલું, સાર કોણ એનું લૂંટી ગયું
પ્રેમભર્યાં જીવનમાં, કોણ વિષાદ એમાં ઘોળી ગયું
જીવન જીવ્યો સાચવીને, પ્રભુના હૈયામાં સ્થાન ના મળ્યું
ભક્તિભાવથી હૈયું ભર્યું, બદલામાં દારિદ્ર કેમ મળ્યું
અહિંસા ક્ષમા ઘૂંટી જીવનમાં, દ્વાર મનનું ના તોય ખૂલ્યું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ēvuṁ kēma banyuṁ jīvanamāṁ, ēvuṁ tō kēma banyuṁ
gōtyuṁ kāraṇa ēnuṁ jaladī, kāraṇa ēnuṁ nā malyuṁ
āśāōthī hatuṁ bharyuṁ haiyuṁ, nirāśā ēnē vīṁdhī gayuṁ
viśvāsanī mātrāmāṁ rahyō vadhatō, mana tōya ciṁtāmāṁ ghērāyuṁ
haiyānē pāradarśaka karyuṁ, śaṁkānuṁ buṁda kēma ēmāṁ jāgī gayuṁ
chē jīvana tō sāra bharēluṁ, sāra kōṇa ēnuṁ lūṁṭī gayuṁ
prēmabharyāṁ jīvanamāṁ, kōṇa viṣāda ēmāṁ ghōlī gayuṁ
jīvana jīvyō sācavīnē, prabhunā haiyāmāṁ sthāna nā malyuṁ
bhaktibhāvathī haiyuṁ bharyuṁ, badalāmāṁ dāridra kēma malyuṁ
ahiṁsā kṣamā ghūṁṭī jīvanamāṁ, dvāra mananuṁ nā tōya khūlyuṁ
|
|