કરી કરી પોતાનાને પારકા, જીવનજંગ તો કેમ જિતાશે
છે સંખ્યા ઓછી તો પોતાનાની, પારકા એને તો કેમ કરાશે
દુઃખદર્દમાં ઊભા જે સાથે, પારકા એને તો કેમ ગણાશે
જીવનમાર્ગ કાપવા, છે જરૂર પોતાનાની, પારકા એને કેમ બનાવાશે
સ્વાર્થ જીવનમાં, પોતાનાને પારકા, પારકાને તો પોતાના બનાવાશે
ટકી રહેશે સંબંધો તો જીવનમાં, બલિ બંને સંબંધોનો આવશે
પારકા કરી ગયા હોય પાર સીડી, પોતાનાને પારકા કેમ ગણાશે
કરજે અવરોધ દૂર, કરવા પોતાના પારકાને, પોતાના બનાવાશે
જોજે પોતાનાની સંખ્યા ના ઘટે, ઘટતાં તો દિલમાં દર્દ જાગશે
કરજે કોશિશો રાખવા સાથે પોતાનાને, જીવનજંગ તો જિતાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)