અધીરાઈ અધીરાઈ જીવનમાં જ્યાં હૈયામાં જાગી
કંઈક સીમાઓ હૈયાએ દીધી એમાં તો ત્યાગી
હતી સંયમની દોરી હૈયામાં, હતી સલામત સંયમની મૂડી
સરળ ટૂંકી કેડી દીધી છોડી, કેડી માયાની જ્યાં સ્વીકારી
જલતું ને જલતું રહ્યું જીવનમાં, અસંતોષની આગ જલાવી
હતી પ્રેમની છબિ પાડવી, દીધા વેરના છાંટા એમાં છાંટી
સદ્ગુણોની હતી પાસે મૂડી, રહી એમાં એ તો ખર્ચાઈ
ચમત્કારોની આશા, હૈયાએ જગાવી દીધી ધીરજ બધી ત્યાગી
ગઈ અધીરાઈ હૈયાને જકડી, સારાખોટાની પરખ ગઈ ભુલાઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)