ઘંટડીના રણકારથી મારું આતમપંખી જાગ્યું રે
આતમપંખી જાગ્યું ને `મા' ને ખોળવા લાગ્યું રે
ભજનના મીઠા સૂરથી એ `મા' ની પાસે ખેંચાયું રે
`મા' ની પાસે ખેંચાયું ને એના ભાવમાં તણાયું રે
એના ભાવમાં તણાયું ને એના ભાવમાં ભીંજાયું રે
`મા' નાં દર્શનથી એ લૂંટાયું ને પોતાપણું વીસરાયું રે
`મા' ના હેત ભરેલા હૈયાની હૂંફથી એ ખૂબ હર્ષાયું રે
`મા' ના આંખના અમીરસના પાનથી એ પોષાયું રે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)