હસતી ને રમતી હતી છબિ આંખ સામે, જોયું દેખાઈ છબિ એમાં મને મારી
લગન એની મને ખૂબ લાગી, મને એ તો જ્યાં મારી ને મારી
નિત્ય કરવા દર્શન તો એનાં, તડપન હૈયામાં એની તો ખૂબ જાગી
ખીલી ઊઠયું હૈયું તો ખૂબ એમાં, દુઃખદર્દ દીધું એણે તો જ્યાં ત્યાગી
ગયું દોષ બધા એના એ ભૂલી, તડપન જોવાની હૈયામાં જ્યાં ખૂબ લાગી
ખેંચાતો ને ખેંચાતો રહ્યો ખૂબ એમાં, ના શક્યો અલગ મારાથી એને પાડી
રેખાએ રેખાઓમાંથી એનાં પ્રગટયાં તેજ અનોખાં, દીધું ભાન બધું ભુલાવી
બની મંત્રમુગ્ધ રહ્યો એને તો નીરખી, ગણી ન શક્યો એમાં ગયો સમય કેટલો વીતી
હસતી ને હસતી, રહી છબિ એ હસતી, સ્થાન દીધું એણે દિલમાં તો જમાવી
લેજો ના પ્રભુ ઝૂંટવી એ છબિ મારાથી, દેખાય છે છબિ મને, એમાં તમારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)