પ્રભુને પ્રેમમાં નવરાવો, પ્રભુને તો પ્રેમથી નવરાવો
જગના દર્દથી ત્રસ્ત છે હૈયું એનું, એને ભાવમાં ડુબાડો
ના એ દૂર છે ના નજદીક છે, હૈયામાં એને તો સમાવો
વ્યાપ્ત છે જગના અણુએ અણુમાં, પ્રેમથી એને નીરખો
દીધા છે હરેક શ્વાસ એણે, હરેક શ્વાસમાં એને સમાવો
ચમકે હરેક ચીજમાં તેજ એનું, એના તેજને પ્રેમથી નીરખો
ચાલે ચલાવે જગને નિયમોથી, એના નિયમોને જાણો
જીવનમાં એને નજદીક લાવો, નજદીકતા એનાથી કેળવો
અદૃશ્ય એવા એને, તમારી દૃષ્ટિમાં તો એને, સમાવો
પ્રેમનીતરતા તો છે પ્રભુ, સદા એને પ્રેમમાં નવરાવો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)