ગુંજ્યું હૈયામાં એક વાર જ્યાં નામ તારું (2)
હૈયાનો અણુએ અણુ, એમાં આનંદથી ચિત્કારી ઊઠયું
મળ્યા ના ભલે મને એમાં દર્શન તારાં, મીઠાશનું ઝરણું એમાં મળ્યું
નામે નામે મળશે હૂંફ તારી, સમજી લેજે અમારી જરૂરિયાતું વસિયતનામું
એના ગુંજને ગુંજને ઊઠે આનંદના હિલોળા, ધામ સ્વર્ગનું હૈયું બન્યું
હૈયું ગુંજનમાં ના ખાલી રહ્યું, પૂર્ણતાની પ્યાસ બુઝાવતું રહ્યું
મીઠા મધુરા ઘેનમાં, હૈયાંને તો એ ડુબાડતું રહ્યું
મસ્તી એની હૈયામાં જ્યાં ચડી, એકતાનો અનુભવ આપી ગયું
વહાવી પ્રેમની સરિતા હૈયામાં, એમાં એ તો નહાતું રહ્યું
ગુંજને ગુંજને હૈયું હળવું બન્યું, પ્રેમનું ધામ એ બનતું ગયું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)