દિલને તો દિલ સતાવે, જવાની તો સતાવે જવાનીને
પોતાના પોતાનાને સતાવે, જગમાં તો છે એનું નામ જિંદગાની
કર્મો સતાવે તો કરનારને, વિચાર સતાવે વિચારોને
નયનો સતાવે નયનોને, બેકાબૂ બનાવે એ તો એને
હાસ્ય લૂંટે જીવનમાં તો હાસ્યને, ભલે દિલને એ સતાવે
રૂદન સતાવે ભલે હૈયાંને, એના વિના એને ના ચાલે
દૃશ્યો ખેંચે સદા નયનોને, હોય જુદાં તોય ખેંચે નયનોને
જુએ વાક્યો રાહ વાક્યોની, અર્થ ભલે મનફાવ્યા નીકળે
મંઝિલ સદા સતાવે જીવનમાં, ભલે અધૂરી એ રહી જાયે
ભાવો ખેંચે જીવનમાં ભાવોને, ભાવો વિના જીવન લૂખું લાગે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)