અંદાજ વિનાનું તો છે, જીવનનું તો મારું, અંદાજપત્ર
અમાપ એવી લાગણીઓનાં, કાઢું માપ એનાં હું ક્યાંથી
ઇચ્છાઓના પ્રવાહોને ના રોકી શકું, કાઢું માપ એનાં ક્યાંથી
વહે વાણીના પ્રવાહ નિત્ય જીવનમાં, અંદાજ મળે એનાં ક્યાંથી
આવે ભરતી ઓટ ગુણોની જીવનમાં, અંદાજ કાઢું એનાં ક્યાંથી
કર્મોની જાણકારી વિના ઘૂમું જીવનમાં, કાઠું અંદાજ એનાં ક્યાંથી
ખેંચે અનેક વૃત્તિઓ જીવનમાં, અંદાજ સ્થિરતાના કાઢું ક્યાંથી
સુખદુઃખની ભરતી ઓટ આવે જીવનમાં, કાઢવા એના અંદાજ ક્યાંથી
છે અંદાજ વિનાનું આવું અંદાજપત્ર મારું, કાઢું અંદાજ એના ક્યાંથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)