મૂક પ્રેક્ષક છું જગમાં હું તો પ્રભુ, રહ્યો છું તણાતો તોય એમાં
જાણું છું જગનો આધાર છે તું, તોય નિરાધાર બની ફરું છું
દૃશ્યે દૃશ્યે બદલાવે ભાવો હૈયાના, તણાતો એમાં તો રહું છું
ચાહત વિના આવ્યો છું જગમાં, ચાહતે ચાહતે જગમાં ફરું છું
અનેક ધર્મોથી તો બંધાયો છું, ના બધા ધર્મો પૂરા પાળી શકું છું
દર્શને દર્શને દીવાનો બનીને, તારી યાદમાં હું તો ફરું છું
ભાવો ને ભાવોમાં આળોટી, નિષ્ફળતા કર્મોને શિરે તો ઢોળું છું
હાથવગું રહ્યું નથી કાંઈ જગમાં, ફાંફાં ખાલી હું તો મારું છું
રહ્યો છે સમય વીતતો તો ફોગટમાં, મંઝિલ ના તોય શોધું છું
છે શક્તિથી ભરેલો તું, છું અશક્ત તો હું, શક્તિમાન મને તોય માનું છું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)