રહ્યા કંઈક સીમાઓ તો કરતા પાર તો જગમાં તો જીવનમાં
કરી ના શક્યો આયુષ્યની સીમા તો પાર, છું આખર તો એક ઇન્સાન
રચી રચી ગગનચુંબી ઇમારતો, કરી કોશિશો આકાશને આંબવા
રચી રચી યંત્રો, કરી કોશિશો આકાશની સીમા કરવા પાર
ઊંડે ઊંડે ખૂબ ઊંડે ઊતરી સાગરમાં, કર્યાં યત્નો પાતાળ ભેદવા
કરી કંઈક ગણતરીઓ જીવનમાં, નવી કંઈક રહી તો જાગતી
કર્યાં યત્નો કરવા મનની સીમા પાર, રહ્યાં મળતાં રહસ્યો અપાર
રહ્યો કરતો યત્ન કરવા સીમા પાર, સીમા આગળ તો વધતી
પહોંચી ના શક્યો માનવ ઇચ્છાની સીમાને, કરી ના શક્યો એને પાર
રહ્યો બનતો લાચાર કુદરત આગળ, કરી ના શક્યો લાચારીની સીમા પાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)