Hymn No. 7383 | Date: 26-May-1998
|
|
Text Size |
 |
 |
1998-05-26
1998-05-26
1998-05-26
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15372
રહી રહી જિંદગી દઈ ગઈ જીવનમાં, હૈયાને કંઈક આંચકા
રહી રહી જિંદગી દઈ ગઈ જીવનમાં, હૈયાને કંઈક આંચકા ગયું ભૂલી એમાં એની કોમળતા, કરી ગયું ધારણ કઠોરતા લાખ તર્કો નાકામિયાબ રહ્યા, મળી એને એમાં નિષ્ફળતા દર્દે દર્દે બની દીવાનું, કોમળતાને ગણી બેઠું એ પામરતા બની ના શક્યું એક એ અન્ય સાથે, કેળવી બેઠું અલગતા દુઃખદર્દ ભરી દામનમાં, ગયું વીસરી એમાં એની સરળતા રહી ના શક્યું પ્રમાણિક એ ભાવોને, રહ્યું તણાતું એ એમાં રીઢું ને રીઢું બનતું ગયું, ખાઈ ખાઈ જીવનમાં અનેક આંચકા ખાધા ના ખાધા એક આંચકા, રહ્યા મળતા ને મળતા બીજા આંચકા એક દિન આવ્યો અંત આંચકાનો, દઈ ગયું બીજાને એ આંચકા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahi rahi jindagi dai gai jivanamam, haiyane kaik anchaka
gayu bhuli ema eni komalata, kari gayu dharana kathorata
lakh tarko nakamiyaba rahya, mali ene ema nishphalata
darde darde bani divanum, komalatane gani bethum e pamarata
bani na shakyum ek e anya sathe, kelavi bethum alagata
duhkhadarda bhari damanamam, gayu visari ema eni saralata
rahi na shakyum pramanika e bhavone, rahyu tanatum e ema
ridhum ne ridhum banatum gayum, khai khai jivanamam anek anchaka
khadha na khadha ek anchaka, rahya malata ne malata beej anchaka
ek din aavyo anta anchakano, dai gayu bijane e anchaka
|
|