જોયું નથી રૂપ તારું, પણ તુજથી પ્રીત બંધાઈ ગઈ
પૂજતાં મૂર્તિ તારી, ચિત્તમાં મારા એ અંકાઈ ગઈ
ભક્તો તણી કથની સાંભળી, હૈયામાં મારા સમાઈ ગઈ
તેજ અનોખું પામતાં તારું, દુનિયા મારી બદલાઈ ગઈ
ભજન કરતાં નિત્ય તારું, દુનિયાદારી વિસરાઈ ગઈ
તારા સ્મરણમાં મગ્ન થાતાં, વૃત્તિ મારી પલટાઈ ગઈ
એક વખત દઈને ઝાંખી તારી, તું કેમ મુજથી રિસાઈ ગઈ
શું કરવું, શું ના કરવું, હવે મતિ મારી બહુ મૂંઝાઈ ગઈ
રટણ અને ચિંતન કરતાં તારું, સૂરતા તુજથી બંધાઈ ગઈ
વૃત્તિ ધરી છે તુજ ચરણે, વૃત્તિ મારી તુજમાં સમાઈ ગઈ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)