દૃશ્ય તો છે આંખોનું રતન, શ્રવણ તો છે કાનનું રે રતન
આવાં રતનો લઈ આવ્યો, માનવજીવન છે અણમોલ રે રતન
પ્રેમ તો છે હૈયાનું રે રતન, દર્શન તો છે વિચારોનું રે રતન
પુણ્ય તો છે કર્મોનું રે રતન, સંતો તો છે માનવજીવનનું રે રતન
અણમોલ વારસાઓ લઈ આવ્યો, ભૂલતો ના કરવું એનું રે જતન
વેડફી વેડફીને અણમોલ રતન, નોતરતો ના જગમાં તારું પતન
તારી ઇચ્છાઓ ને અભિલાષાઓ, કરાવશે જગમાં તને નર્તન
આવ્યો છે જગમાં જ્યાં તું, નથી કાંઈ જગ તારું તો વતન
છે માનવ તો જગમાં પ્રભુનું, અણમોલ એવું એક રતન
તારી અંદર રહેલો આત્મા તારા, એની તોલે ના આવે બીજું રતન
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)