દિલ દુનિયાના દરબારમાં, શંકા તારું કામ નથી, શંકા તારું સ્થાન નથી
હિંમતના અખાડામાં જગમાં, શંકા તારું કામ નથી, શંકા તારું સ્થાન નથી
પ્રેમના પ્રાંગણમાં જીવનમાં, શંકા તારું કામ નથી, શંકા તારું સ્થાન નથી
મૈત્રીના ગઢમાં જીવનમાં, શંકા તારું કામ નથી, શંકા તારું સ્થાન નથી
દુઃખના નિવારણમાં જીવનમાં, શંકા તારું કામ નથી, શંકા તારું સ્થાન નથી
પ્રગતિના ઇતિહાસમાં જીવનમાં, શંકા તારું કામ નથી, શંકા તારું સ્થાન નથી
મંઝિલની રાહ પર જીવનમાં, શંકા તારું કામ નથી, શંકા તારું સ્થાન નથી
ધરમના આચરણમાં જીવનમાં, શંકા તારું કામ નથી, શંકા તારું સ્થાન નથી
નિર્ણયના મેદાનમાં જીવનમાં, શંકા તારું કામ નથી, શંકા તારું સ્થાન નથી
અભ્યાસના આંગણામાં જીવનમાં, શંકા તારું કામ નથી, શંકા તારું સ્થાન નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)