પ્હોંચશે ના જ્યાં રવિ, પહોંચશે ઉજાસ ત્યાં એનો ક્યાંથી
પડશે કાપવો તારે ને તારે તો મારગ તારો, તારા આતમ પ્રકાશથી
થયો પસાર અનેક વાર તું તો એ મારગમાંથી, તારા આતમ પ્રકાશથી
જોયા રસ્તા અનેક, ભૂલ્યો તું અનેક, વધ્યો તું તારા આતમ પ્રકાશથી
ના હતી કોઈ હૂંફ, હતો ના કોઈ પ્રકાશ, કાપ્યો રસ્તો આતમ પ્રકાશથી
ના હતું તેજ, ના હતું અંધારું, પડયો ના ફરક એમાં તો કશાથી
જાણ ના હતી, કોણ તો છે સાથે, જાણ ના હતી કોણ છે સાથી
હતી ના મહોબત તો સાથે કોઈની, હતી મહોબત ખુદની ખુદનાથી
હતી ના કોઈ એમાં તો પસંદગી, હતી ના કોઈ એમાં નારાજગી
કાળને પેલે પાર જઈશ એમાં તો પ્હોંચી, ગણતરી કાળની જાશે ત્યાં થંભી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)