ઘર ફરો કે ગામ ફરો, ચાહે જગની દિશાઓના ખૂણેખૂણા ફરો
માનવના હૈયામાં જો ઊંડે ઊતરો, મળશે જોવા એમાં તોફાનોનો દરિયો
શીતળ વહેતો વાયરો પણ જગમાં, ના શાંત તો એને કરી શક્યો
કર્મોના પંડિતોને તો દેખાયું, એમાં જીવનમાં કર્મોએ તો રસ્તો કર્યો
ટપકા પંડિતોએ માંડી ટપકાં જોયું, દોષ એમાં એને તો ગ્રહોનો દેખાયો
મનોવૈજ્ઞાનિકોએ ઊતરી ઊંડા એમાં જોયું, દોષ એને એમાં સ્વભાવનો દેખાયો
મૂંઝાતો ને મૂંઝાતો માનવ, એમાં ને એમાં, વધુ મૂંઝાતો તો રહ્યો
ઘૂમતો ને ઘૂમતો બધે એ તો ફર્યો, તોફાની દરિયો શાંત ના થયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)