મરવા વાંકે જીવો છો જીવન, જગમાં એવું જીવન જીવો છો શાને
દીધું છે પ્રભુએ જગમાં તો જેટલું, જગમાં એનાથી કંઈક તો કરો
ના કોઈ કામમાં ઉલ્લાસ, ના વાણીમાં પ્રભાવ, નિસ્તેજ જીવો છો શાને
ગયો ક્યાં થનગનાટ જીવનનો, ખોયો ક્યાં ખિલખિલાટ હાસ્યનો
કોણ અંતરમાં તો ઊંડે ઊતરી, આ બધું તો ચોરી તો ગયો
ના હિંમતથી જીવનની બાજી માંડી, એક પછી એક દાવ ખોતો ગયો
પ્રેમને તો પડયું છેટું જીવનમાં, ના પ્રેમને જીવનમાં તો કિનારો મળ્યો
ના જીવન એમાં તો જીવી શક્યો, જીવનમાં ચિંતાને આધીન તો બન્યો
આંખો ગઈ ઊંડે ઊતરી જીવનમાં, અંતઃધ્યાની તોય ના બન્યો
જીવનમાં જીવનશક્તિનો પ્રવાહ, જીવનમાં તો કેમ મંદ બન્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)