જગ તો છે માતાનું, ને માતાનો તો છું હું
નથી કાંઈ એકલવાયો હું, એકલવાયો મને શાને ગણું
હરપળ ને હરશ્વાસમાં, છે વાસ માનો, એકલવાયો નથી હું
એની પ્રેરણાઓનો સાગર વહે, નથી એકલવાયો કાંઈ હું
છૂટયા જ્યારે શ્વાસો, રહ્યાં કર્મો સાથે, એકલવાયો ક્યાંથી રહું
પળે પળે સુખનાં મોજાં ઘેરે, ના એમાંથી મુક્ત રહું
દુઃખદર્દનો સંગાથી બની ફરું, કિંમત એની તો હું ચૂકવું
કર્મોની સીડી ઉપર ચડઊતર કરું, ના એને તો છોડું
વિશ્વાસ અવિશ્વાસના કિનારા વચ્ચે, નાવ હું તો ચલાવું
જીવન મારું, આવા સાથ સંગાથે વિતાવું, એકલવાયો શાને ગણું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)