જીવનમાં ઘા વિનાનો હું રહ્યો નથી, રહ્યો ઘા ઝીલતો, ઘા વિનાનો રહ્યો નથી
કર્યાં ઘા કોણે કેવા હૈયા પર, આવે આંખ સામે વિચાર, ચિતાર એના ભૂલ્યો નથી
બની ગઈ છે ઘા હવે ધડકન મારી, ધડકન પણ ઘા દીધા વિના રહ્યા નથી
પલકોએ ઝીલ્યા દૃશ્યોના ઘા, પલકો પણ એકબીજા પર ઘા માર્યા વિના રહ્યા નથી
મુખે ખાધા ખોરાકો જીવનમાં ઘણા, દાંતો દાંતોને ઘા માર્યા વિના તો રહ્યા નથી
ઘાએ ઘાએ કર્યાં અવાજ ઘણા, એના અવાજમાં જીવન પસાર થયા વિના રહ્યું નથી
માર્યા કુદરતે ભાવો પર ઘા ઘણા, ઝીલી ઝીલી ઘા, એમાં ઘડાયા વિના રહ્યા નથી
રચ્યાં ઘણાં સોનેરી સપનાં જીવનમાં, ઘા એને તો તોડયા વિના તો રહ્યા નથી
ઘાએ ઘાએ દુઃખદર્દ જાગ્યા, જીવનમાં દુઃખદર્દ વિના તો રહ્યો નથી
ઘાએ ઘાએ રહ્યું જીવન ઘડાતું, ઘા જીવનને તો ઘડયા વિના રહ્યું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)