કરી કરી ભૂલો, માંગવી માફી, જાજે જીવનમાં તું આ વાત ભૂલી
કરી જીવનમાં તો જ્યાં ભૂલો, રાખજો જીવનમાં સદા શિક્ષાની તૈયારી
જાગૃત રહેજો સદા જીવનમાં, રાખજો તો સદા, જીવનમાં જાગૃતિ
રહેશો રટણ કરતા ભૂલોની, દેશે જીવનમાં એ તો તમને અટવાવી
ભૂલોને તો ના ગુનો સમજો, સમજો તો એને, વધુ શીખવાની તૈયારી
કરી કરી ભૂલો જીવનમાં ના સુધર્યા, પડશે લેવી શિક્ષા તો સ્વીકારી
સમજાશે ના હશે શિક્ષા તો કેવી, હશે કદી હળવી તો કદી ભારી
કરવી પડશે સહન શિક્ષા તો એની, જાજે ના મકસદ એમાં ભૂલી
હરેક શિક્ષામાં ભર્યું છે શિક્ષણ, કેળવજે દૃષ્ટિ તો એની એમાંથી
કરી કરી ભૂલો, માંગવી માફી, પાડતો ના જીવનમાં આદત તો એની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)