Hymn No. 7446 | Date: 07-Jul-1998
|
|
Text Size |
 |
 |
1998-07-07
1998-07-07
1998-07-07
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15435
જીવનમાં કારણ જેનું જડતું નથી, જીવનમાં એનો કોઈ ઇલાજ નથી
જીવનમાં કારણ જેનું જડતું નથી, જીવનમાં એનો કોઈ ઇલાજ નથી ધાર્યું જગમાં બધું કોઈનું થાતું નથી, દુઃખનું કારણ એને બનાવાતું નથી ભીખ માંગતા જીવનમાં તો પૈસા મળે, મહોબત ભીખમાં કોઈ દેતું નથી આચરણ વિના જગમાં માન મળતું નથી, એના વિના મળેલું એ ટકતું નથી બેકાળજી દઝાડે સહુને જીવનમાં, જગ દાઝ્યા પર ડામ માર્યા વિના રહેતું નથી સુખસંપત્તિ પાછળ રહે જગ દોડતું, દિલની સંપત્તિ એમાં એ પામતું નથી માયા જગમાં તો કાંઈ દેખાતી નથી, માયામાં બંધાયા વિના કોઈ રહ્યું નથી ચાહે છે સત્ય સહુ કોઈ જીવનમાં, સત્યની કિંમત જગમાં તોય કરતું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
jivanamam karana jenum jadatum nathi, jivanamam eno koi ilaja nathi
dharyu jag maa badhu koinu thaatu nathi, duhkhanum karana ene banavatum nathi
bhikh mangata jivanamam to paisa male, mahobata bhikhamam koi detum nathi
aacharan veena jag maa mann malatum nathi, ena veena malelum e taktu nathi
bekalaji dajade sahune jivanamam, jaag dajya paar dama marya veena rahetu nathi
sukhasampatti paachal rahe jaag dodatum, dilani sampatti ema e pamatum nathi
maya jag maa to kai dekhati nathi, maya maa bandhaya veena koi rahyu nathi
chahe che satya sahu koi jivanamam, satyani kimmat jag maa toya kartu nathi
|
|