શીખીને વાત તુજથી, તુજને આજ શીખવવા નીકળ્યો છું
મારા હિતની વાત, મુજથી તુજને વિશેષ ખબર છે
છતાં તું આમ કરજે, તેમ કરજે, તુજને સમજાવવા નીકળ્યો છું
આ જોઈને તું મુજ માટે, શું શું વિચારતી હશે `મા'
નાદાનિયતભર્યા આ પ્રયત્ન મારા, હસી ન કાઢતી `મા'
વ્યવહાર અહીંના અટપટા છે, એ તને સમજાશે ના
સંસારમાં રહી સંસારનો રંગ, મને ખૂબ લાગ્યો છે
તારી પાસે આવ્યો છતાં, આ રંગ સાથે લાવ્યો છું
આ રંગ ઉતારી, તારો રંગ ચડાવી નવજીવન આપજે
રંગ પાકો તારો ચડાવી, તારા ચરણમાં મુજને રાખજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)