એવું તો કેમ બન્યું જીવનમાં, એવું તો કેમ બન્યું
હતો ના હૈયામાં કોઈ લગામ, હતો ના હૈયામાં કોઈ અભાવ
અચાનક હૈયામાં તિરસ્કારનું ઝરણું તો ક્યાંથી રે ફૂટયું
હતો ના દિલમાં કોઈ પ્યાર, ઝરણું પ્યારનું ક્યાંથી રે ફૂટયું
મળી ના નજર ઘડી બે ઘડી, ઝરણું ઓળખાણનું વહ્યું
હતો દિલમાં પ્યાર ભર્યો ભર્યો, જાગી ગયો એમાં કેમ તિરસ્કાર
હસતું મુખ હસતા અટક્યું, પુરાણી યાદમાં દિલ ભીનું થયું
દિલની વાત ના નીકળી દિલની બહાર, હૈયું ભારી એમાં બન્યું
દુઃખના પ્યાલા પીધા ઘણા જીવનમાં, પાત્ર તોય ખાલી ના થયું
મન રહ્યું ફરતું ને ફરતું, આવ્યું ના હાથમાં તો એ જરાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)