રહી રહીને અમારાથી દૂર ને દૂર, સતાવો છો પ્રભુ અમને ખૂબ
પાપપુણ્યના હિસાબ છે પાસે તારી, જોશે પ્રભુ તું એ તો જરૂર
ગણ્યા તમને અમે અમારા, આવો દર્શન દેવા એક વાર તો જરૂર
જઈએ જગમાં દુઃખમાં જ્યાં ડૂબી, કાઢશો એમાંથી અમને જરૂર
જોયા-જાણ્યા વિના તમને, કરીએ ધારણા તમારી તો જરૂર
રહી રહીને પાસે ને સાથે મળ્યા નથી, એક વાર મળશું જરૂર
દુઃખદર્દના પથ પરથી થઈ પસાર, આવશું પાસે જરૂર
નથી કરવા, કરાવવા વાયદા અમારે, મળશું તોય જરૂર
બનશું અમે તારા બનીને, સતાવશું પ્રભુ અમે તને ખૂબ
મળ્યા નથી, મળશું જ્યારે, કરશું વાતો ત્યારે તો ખૂબ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)