એક ને એક તો જ્યાં બે બન્યા, ના એ એક ને એક એક બન્યા
જ્યાં ના એ તો એક રહ્યા, અનેક ના એ એક થયા
એકમાં તો હતી અલગતા, બન્યા જ્યાં એક હતી ત્યાં એકતા
છીછરી તો રહી અલગતા, ભવ્ય તો બની એમાં એકતા
સાધ સદા તું જીવનમાં, બને એકસાથે એ એક, સાધિ એવી એકતા
સુખદુઃખ રહેશે ના ત્યાં જુદાં, જીવનમાં તો જ્યાં એ એક બન્યા
એ એક ને એક બે જ્યાં જુદા રહ્યા, જીવનમાં તો એ અધૂરા રહ્યા
સુખદુઃખ તો જ્યાં એક બન્યાં, રસ્તા એકતાના તો ત્યાં ખૂલ્યા
પ્રેમનાં ઝરણાં ફૂટયાં ત્યાં હૈયામાં, જ્યાં બે એકતાના રંગે રંગાયા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)