ધામે ધામે (2) દીનદુઃખિયાનો મેળો તો ઊભરાય છે
આવે સહુ દુઃખ રડતા રડતા, વિશ્વાસે પાત્ર ભરી જાય છે
ચાલ્યા જીવનમાં ભલે રસ્તે રસ્તે, જીવનના રસ્તા ના દેખાય છે
દુઃખો ને દુઃખોથી છે ભરેલાં હૈયાં, મુખ પર લુખ્ખાં હાસ્ય વેરાય છે
માનવોથી છે તરછોડાયેલા, તોય હૈયાં માનવતાથી છલકાય છે
મેળવી મેળવી મેળવતા જાય છે, અસંતોષમાં તોય એ ન્હાય છે
દર્દે દર્દે એ પીડાય છે, નજર પ્રભુ ઉપર ત્યારે જાય છે
દેખાદેખીમાં રંગ જીવનનો ખોયો, સાથે એ ત્યાં લેતા જાય છે
રાખ્યુ સાચને દૂર જીવનમાં, ન સાચા પ્રણામ કરાય છે
નિરાશાઓથી ભરેલા હૈયામાં આશાઓ ભરી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)