દેજે ના જગમાં કોઈને બીમારી, રહે હસતા ખેલતા જગમાં, લે વિદાય હસતા જગની
છે કર્મોની જાળ આકરી તારી, સુઝાડજે સહુને જગમાં, એને તોડવાની બારી
પ્રેમતણી જગને પીવરાવી પ્યાલી, દીધી શાને હૈયામાં, વેરની આગ ફેલાવી
કરે જગમાં તો સહુ દોસ્તીના દાવા, દુશ્મનાવટ જગમાં ઊભી તો શાને કરાવી
તારી અટપટી ચાલમાં રહેતો હશે તું રાજી, દીધી જગમાં ખટપટ શાને તેં વધારી
દુઃખદર્દની નદીઓ દે પ્રભુ તું સૂકવી, દે પ્રભુ જગને તું સુંદર સ્વર્ગ બનાવી
ષડ વિકરો છોડે ના પીછો માનવનો, લેજે પ્રભુ એમાંથી તો એને ઉગારી
આપી માનવને પ્રભુ, બુદ્ધિ તો તેં ભારી, ઝૂંટવી ના લેજે એની એમાં તો સમજદારી
છે માનવ તો ફૂલ તો તારા બગીચાનાં, જ્યારે ને ત્યારે લે છે તું એને ચૂંટી
દેજે શિક્ષા બીજી ભલે બધી, ના ઝૂંટવી લેજે જીવનમાં એની તું સુખકારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)