જોઈ રહ્યો છું જીવનભર તો જેની વાટ, એક દિવસ જરૂર એ તો આવશે
દઈ રહ્યો છે જે જનમોજનમથી તો સાદ, એક વાર જરૂર એ તો આવશે
છે મારા પ્રેમનો તો એ કિનારો, જોઈ રહ્યો છે એ રાહ નાવ મારી તો લાંગરે
બેસાડી પ્રતીક્ષાને તો પ્રેમની પાંપણે, કરી રહ્યા છે એ તો જ્યાં મારો ઇંતેજાર
ઇંતેજારે ઇંતેજારે રહ્યા છે ઝણઝણી, હૈયાના ભાવોના એમાં તો તાર
રહ્યો છે ગુંજતો ને ગુંજતો હૈયામાં એક જ નાદ, જરૂર એ તો આવશે
જોતા જોતા વાટ, ભુલાયા સમયના તો ભાન, આવશે મિલનની ઘડી એક વાર
અબોલ હૈયામાં વહે છે વિશ્વાસ, એક દિવસ જરૂર એ તો આવશે
હશે પળ એ રળિયામણી, દેશું હૈયાના આવકાર, જરૂર એ તો આવશે
રૂંવે રૂંવે પ્રકટશે, પ્રેમના રે દીવડા, હશે એ તો એના આવ્યાનાં એંધાણ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)