દિલ તો બેચેન બની રહ્યું, શોધતાં એને એ તો જગહ જગહ
ત્યજી નીંદ તો એણે, છોડયું કામ એણે, બેચેનીને કરાર ના મળ્યા
નજર નજર તો રહી ફરતી, રહી જગમાં એ તો ચેન તરસતી ને તરસતી
ના સાદ એમાં એને તો મળ્યો, દિલ એનું રહ્યું ચેન શોધતો ને શોધતો
ડગલે ડગલે રહ્યો ઠોકર ખાતો, ભાન ભૂલી રહ્યો એ ફરતો ને ફરતો
પ્રેમનો સાગર દિલમાં રહ્યો ઊંડે ઊંડે એ તો, ઘૂઘવતો ને ઘૂઘવતો
સુખચેન બધું એ તો ભૂલ્યો, પાંપણે જીવ આવી તો જ્યાં વસ્યો
શોધ બન્યું જગત તો એનું, એના જગમાં ખોવાતો ને ખોવાતો એ ગયો
રચ્યોપચ્યો રહી એના એ જગમાં, રહ્યો ચેન એ શોધતો ને શોધતો
મળી ના મળી, ઝાંખી પળ બે પળની, ધન્યતા એમાં અનુભવી રહ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)