ધીર બનીને જોશો, ગંભીર બનીને જોશો, જિંદગી તો ગંભીર લાગશે
મસ્તીભરી નજરથી જોશો, જિંદગી તો મસ્તીભરી તો દેખાશે
આખર તો છે જિંદગી, જનમથી મરણ સુધીનો તો એ રસ્તો
ભલે ચાલશો ના ચાલશો તમે તો જગમાં, કપાતો જાશે એ તો રસ્તો
છે જગમાં તો સહુના તો હાથમાં, કાપવો કેવી રીતે એ તો રસ્તો
કરી લો નક્કી તો જગમાં જીવનમાં, કેવી રીતે કાપવો એ રસ્તો
આવ્યા જગમાં તો જે જે, સહુનો તો છે એ રસ્તો, નથી જુદો એ રસ્તો
પડી છે ને પડતા આવ્યા છે ફરક જીવનમાં કેમ કાપવો એ રસ્તો
સંમતિ-અસંમતિના પડયા છે વાડા, નથી બદલવો એમાં એ રસ્તો
નથી કોઈ જાણતું, નથી કોઈ સમજતું, મરણ પછી તો છે કયો રસ્તો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)