મળશે ના જગમાં એવું તો કોઈ હૈયું, જેમાં તો હું વસ્યો નથી
હરેક હૈયામાં તો વસી વસી, સામ્રાજ્ય એનું એ તો જમાવી બેઠો
છે મુશ્કેલ હટાવવો એને હૈયામાંથી, મજબૂત પગદંડો જમાવી એ બેઠો
વણાઈ ગયો છે હૈયાના તાંતણે એ એવો, મુશ્કેલ બને એને છૂટો પાડવો
રહી રહી સહુના હૈયામાં બેઠો બેઠો, સુખદુઃખ રહે એ અનુભવતો
કદી સંકોચાતો, કદી ફૂલાતો, રહી હૈયામાં, લીલા એની તો એ કરતો
રહી રહી એમાં બેસી બેસી, રહ્યો જીવનનું તો એ સંચાલન કરતો
ભાવ સાથે રાખે એ સંબંધ ઝાઝો, કદી વિચારોમાં તો એ મૂંઝાતો
હું હુંમાંથી જ્યાં બહાર ના નીકળ્યો, વિશ્વ હૈયાનું છે એ અંગ ના સમજ્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)