છે પ્રવાસ આ તો તારો ને તારો, એકલા ને એકલા તારે તો છે કરવાનો
આવશે ના કોઈ તો તારી સાથે, ના સાથે કોઈને તો તું લઈ જવાનો
ના સંઘ કાઢી ત્યાં તું જવાનો, એકલો ને એકલો ત્યાં તું તો જવાનો
છે મુકામ તારો જગતમાં જ્યાં હોય કે લેજે મેળવી જાણકારી, શું લઈ જવાનો
કરતો ના ભેગી નકામી ચીજો, ભાર તારે ને તારે, પડશે ઉપાડવાનો
કરવો પડે પ્રવાસ સહુએ, પડશે કરવો તારે, નથી ફેરફાર આમાં તો થવાનો
છે જ્યાં સુધી જગમાં સાથ મળવાનો, ના સાથ ત્યાં કોઈનો મળવાનો
રહ્યાં નથી કાયમ તો કોઈ જગમાં, કાયમ ક્યાંથી જગમાં તું રહેવાનો
સુખદુઃખ તો છે તન સાથે, કાંઈ ને કાંઈ, તનથી તું તો કરવાનો
કરીશ કર્મો જગમાં તું તો જ્યાં, પાપ-પુણ્ય સાથે તેવા તું લઈ જવાનો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)