આવું તો તેં કેમ કર્યું રે, જગતમાં રે માડી, આવું તો તેં કેમ કર્યું
કરે છે રે જીવનમાં, આવું તું તો કેવું, આજ હસાવે, પડે કાલે તો રોવું
કરી કરી મહેનત, જીવનમાં તો ભેગું, પડે કાલે એને તો ખોવું
પડ્યું છે આજે, જગમાં તો આવવું, પડશે જગમાંથી, કાલે તો જાવું
રહે ના સંતોષ જીવનમાં તો જે મળ્યું, પડે જીવનમાં માંગતા સદા રહેવું
રચાવે મહેલ, આશાના તો આજે, કાલે જમીનદોસ્ત થાવું એણે પડ્યું
ભૂલે ના મન, જીવનભર તો દોડવું, પડે જીવનભર સમજ્યાં વિના જીવવું
બંધાતા ને બંધાતા રહીએ રે જીવનમાં, જીવનભર બંધાઈ, એમાં રહેવું તો પડ્યું
તારા વિના નથી ઉદ્ધાર જીવનમાં મારો, સમજાય જીવનમાં એ તો થોડું
વિતે જીવન તો ખોટા કામોમાં ને કામોમાં, આખર જીવનમાં પડે બધું તો ખોવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)